વોટર રોકેટ ઉડાડવામાં સાર્થક વિદ્યામંદિર સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે

WSRO (WORLD STEM & ROBOTICS OLYMPIAD) દ્વારા અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ વોટર રોકેટ્રી ચેમ્પિયનશિપ- 2024 યોજાઈ હતી. તારીખ 15-9-2024 માં રોજ WSRO દ્વારા આયોજિત સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિર-મોરબીની ત્રણ ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા થઈ હતી

શાળા માટેની આ ગૌરવની ક્ષણે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે : SVM ડૉ.સી.વી.રામન ગ્રુપ 1.વૈષ્ણવ જૈમિત રૂપેશભાઈ (ધો12 સાયન્સ), 2.કાલરીયા મીત મનિષભાઈ (ધો12 સાયન્સ)

બીજા ક્રમે : SVM ડો.હોમીભાભા ગ્રુપ 1.વાઘેલા વિજય હરેશભાઈ (ધો11 સાયન્સ),
2.વાઘેલા પાર્થ દિનેશભાઈ (ધો11 સાયન્સ)

ત્રીજા ક્રમે : SVM ડૉ.વિક્રમ સારાભાઈ ગ્રુપ 1.ચાવડા અંશ વિનોદભાઈ (ધો12 સાયન્સ), 2.ઝાલા ધર્મરાજસિંહ શક્તિસિંહ (ધો12 સાયન્સ)

મયુરભાઈ એ.થોરીયા અને મયંકભાઈ એ.રાધનપુરાએ આ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષક તરીકેની આગેવાની લીધી હતી.