મોરબી નગરપાલિકા દ્રારા “સ્વરછતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સ્વરછતા અભિયાન યોજાયું

મોરબી નગરપાલિકા દ્રારા સ્વરછતા હી સેવા ૨૦૨૪ કાયઁક્રમ અંતઁગતઁ મોરબી નાં શનાળા રોડ પર ઉમિયા સકઁલ થી નવા બસસ્ટેન્ડ સુધી નાં રસ્તા પર સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત અભિયાન બાબતે મોરબી નાં લોકો પોતાનાં ધર,દુકાન,ઓફીસ નો કચરો રોડ પર નહીં ફેંકવા અને ડોર ટુ ડોર નાં ગારબેજ કલેકશન વેહીકલ માં નાંખવા ધારસભ્ય કાંતિભાઈ અમ્રુતિયા એ મોરબી નાં લોકો ને અનુરોધ કરવામા આવ્યો છે અને જો કોઈ વિસ્તાર માં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વેહીકલ ન આવે તો ચીફ ઓફીસર નગરપાલિકા ને જાણ કરવા વિનંતિ કરી મોરબી નાં લોકો ને સ્વરછતા અભિયાન પુરતું જ નહીં કાયમ માટે મોરબી ને સ્વરછ રાખવા માટે સહકાર આપવા અપીલ કરી છે.

આ અભિયાન મા મોરબી ના ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતિયા અને મોરબી નગર પાલિકા નાં ચીફઓફીસર કુલદીપસિંહ વાળા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બ નાં પ્રમુખ રુચિરભાઈ કારીયા તથા કે.સી મહેતા,અશોકભાઈ જોષી,હષઁદભાઈ ગામી,ભાવેશભાઈ દોશી,શષીકાંતભાઈ મહેતા,પુષ્પરાજસિંહ જાડેજા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બ ના તમામ હોદેદારો તથા રોટરી ક્લબ ના પ્રમુખ શ્રી કિશોસિંહ જાડેજા તથા સોનસબેન શાહ અને કોમનમેન ફાઉન્ડેશન નાં અગ્રણી અને સ્વરછ મોરબી નાં બ્રાન્ડ એમ્બેસેડર ડો..સતિષભાઈ પટેલનાં સંયુક્ત સહભાગીદારી થી શ્રમદાન થકી આ સફાઈ અભિયાન ચલાવવા માં આવ્યું હતું.