મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અરજી કરવી

 સફાઈ કામદારોને આવાસ માટે ત્રણ હપ્તામાં રૂ. ૧.૨૦ લાખની સહાય મળવા પાત્રesamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને મળવાપાત્ર રહેશે જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારના નિયમોને આધિન વ્યકિગત રૂ.૧,૨૦,૦૦૦/-(એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો વધુ વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬.૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.