મૂળ મોરબી ના ગાળા ગામના વતની અને હાલ ઉમાં ટાઉન શિપ માં નિવાસી પિયુષભાઈ રમેશભાઈ બોપલિયા કે જેઓ 2012 થી ભારતિય સેનામાં જોડાયા અને 2017 સુધીના 5 વર્ષ ના સમયગાળા દરમિયાન હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યો માં પોતાની સેવા આપી ચૂકેલા છે
મોરબી માં લોકો ને પડી રહેલી લોહી ની સમસ્યા ના સમાધાન માટે તેમને હેન્ડ ટુ હેન્ડ રક્તદાન ના ધ્યેય સાથે યુવા આર્મી ગ્રુપ ની સ્થાપના કરી છે હાલ યુવા આર્મી ગ્રૂપ યુવા શક્તિ ફાઉન્ડેશન તરીકે ઓડખાઈ છે જેનો લાભ અત્યારે મોરબી ના લોકો ને મળી રહ્યો છે તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી માં કોઈ પણ બ્લડ ગ્રૂપ ની ઈમરજન્સી જરૂરિયાતને અમુક સમય માં જ પૂરી કરવા સક્ષમ છે અત્યાર સુધી ના સમય ગાળા માં હજારો લોકો ને રક્તદાન કરીને સ્વસ્થ જીવન આપી ચૂક્યા છે
તેમજ કોરોના કાળ માં સમગ્ર લોકડાઉન દરમિયાન પણ યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રૂપ દ્વારા ઘણી બધી બોટલ રક્તદાન કરી ને સિવિલ હોસ્પિટલ ની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી તથા ” ભૂખ્યા સુધી ભોજન ” તથા ”રક્ષકોની રક્ષા ” જેવા મિશન થકી સેવાકાર્ય માં મોખરે હતું
તેઓ અન્ય સામાજિક સેવા કરતી સંસ્થા થતાં લોકો ને મદદરૂપ થવા હંમેશા આગળ પડતાં હોઈ છે. સરળ વ્યક્તિત્વ અને શાંત સ્વભાવ ના તથા આદર્શ વ્યક્તિત્વ ધરાવતા પિયુષભાઈ ને તમામ સેવાભાવી લોકો તથા સામાજિક સેવાકાર્ય કરતી સંસ્થાઓ આજરોજ પિયુષભાઈ ઉતરોતર પ્રગતિ કરતા રહે અને તેમના દીર્ઘ આયુષ્ય માટે તેમને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ ધોધ વરસાવી રહ્યા છે.