આજના સમયમાં હૃદયરોગના હુમલા આવવાના બનાવો સતત વધી રહ્યા છે સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ ત્યારે મોરબીમાં યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવી મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે
આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ર૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૬ કલાકે ર કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧0 કિલોમીટરની મોરબી મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોડો દિલ સે થીમ હેઠળ યુવાનોને જોગીંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન એન્ડ સાયકલોથોન ૨૦૨૪ માં ભાગ લેનાર સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવેલ છે જેમાં રૂ ૧૧,000, રૂ ૫૧00 અને રૂ ૨૫00 ના ઇનામો પણ આપવામાં આવનાર છે ભાગ લેનાર સ્પર્ધકને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે