અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જ નિકાલ કરાયો
મોરબી જિલ્લામાં ગત ૨૮ સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મોરબી નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં મોરબી શહેરી વિસ્તારના ૧૫૭૪ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો.
સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં મોરબી નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
વહીવટી તંત્રના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં અરજદારો દ્વારા રાશન કાર્ડ ઈકેવાયસીની સેવા માટે ૨૮૯, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે ૩૫૭, જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવાની સેવા માટે ૧૮૨, આધારકાર્ડ સુધારાની સેવા માટે ૧૨૯, મેડીસીન સારવારની સેવા ૧૦૯, ભીમ એપ માટે ૧૦૭, કેસેલેશ લિટરેસીની સેવા ૯૮, રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા રાશનકાર્ડમાં સુધારા વધારા કરવાની સેવા માટે ૧૩૫, આધાર નોંધણીની સેવા માટે ૮૬, આઈસીડીએસ અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડની સેવા માટે ૩૫, આવકના દાખલા માટે ૨૯, જાતિના પ્રમાણપત્રની સેવાનો ૨૭, નમોશ્રી યોજનાનો ૧૪, લગ્ન નોંધણી માટે ૧૨, પી.એમ.જે.મા. અરજી માટે ૧૧, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના માટે ૧૧, દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે ૯, કુંવરબાઈનું મામેરું યોજના માટે ૫, મિલ્કત આકારણી ઉતારો માટે ૫, વિધવા સહાય માટે ૫, રસીકરણ માટે ૪ તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે ૨ મળી કુલ ૧૫૭૪ લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરાયો હતો.