યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા અને મોરબીમાં યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આયુષ હોસ્પિટલ દ્વારા આજે સવારે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મોરબી મેરેથોન અને 15 કિલોમીટરની સાયકલોથોન યોજાઈ હતી.
મેરેથોનમાં પ્રથમ ઇનામ રૂ. 11000, બીજું ઇનામ રૂ. 5100 અને તૃતીય ઇનામ રૂ. 2500 આપવામાં આવ્યું હતું. આ વેળાએ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો. લોકેશ ખંડેલવાલે લોકોને કાર્ડિયાક અવેરનેસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઇવેન્ટના મુખ્ય અતિથિ તરીકે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, સિરામિક એસો.પ્રમુખ મુકેશ કુંડારિયા, IMA પ્રમુખ ડૉ. નિકુંજ વડાલિયા, IMA સેક્રેટરી ડૉ. વિરલ લહરૂ, ડૉ. વિજય ગઢિયા, ડૉ. સતીષ પટેલ અને ડો.અનિલ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.