ટંકારાના શિક્ષિકા લેખિકાના પુસ્તક “નટખટ” વિદ્યાર્થીઓને અર્પણ

પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાનો સમાવેશ કરાયો હોય વિદ્યાર્થીઓ માટે “નટખટ”પુસ્તક ખુબજ ઉપયોગી

*જોની જોની યસ પાપા” કરતા બાળકોને “કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ” પણ શીખવવું જરૂરી છે એવું માનતા લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા અને લેખિકા જીવતીબેન પીપલીયા દ્વારા 2024 ના તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ ભાગ લેનાર તમામ બાળકોને તેમના દ્વારા લખાયેલ પુસ્તક ‘ નટખટ’ શ્રીકૃષ્ણજીવન ચરિત્રનીની ભેટ આપી ઉપરાંત લખધીરગઢ શાળાના બાળકોને પણ નટખટ પુસ્તક અર્પણ કરી જીવતીબેને સાંસ્કૃતિક વિરાસતને વિસરાતી અટકાવવાનો નાનકડો પણ સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

આ પુસ્તકની વિશેષતા એવી છે કે તે માત્ર 56 પેઈજનું પુસ્તક છે. આ પુસ્તકની 5000 પ્રત છાપવામાં આવી છે. તેમજ જુદી જુદી શાળાઓમાં આપવામાં આવેલી છે. ઉત્તમ કાગળ, સુંદર ચિત્રો અને પ્રકરણ મુજબ આલેખન થયું છે. પ્રકરણના અંતે પ્રશ્નોત્તરી આપવામાં આવેલી છે જેથી બાળકો શ્રીકૃષ્ણ ભગવાનના જીવનને સારી રીતે સમજી શકે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી પોતે પણ જગતના મહાનાયક જેવા બનવાનો પ્રયાસ કરે એવી ખેવના ધરાવતાં જીવતીબેન દ્વારા બાળસાહિત્યના અન્ય ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.