વાંકાનેર શહેરની દોશી કૉલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ (ભાઈઓ) યોગ (બહેનો) અને કબડ્ડી (બહેનો) ચેમ્પિયન થયા તેમજ બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ સ્વચ્છતા કાર્યક્રમની સુંદર રેલીનું કૉલેજ થી માર્કેટચોક સુધીનું આયોજન કરવામાં આવેલ. આ સાથે જ યોગ તથા કબડ્ડીમાં ખેલાડીઓએ શ્રી દોશી કોલેજ અને વાંકાનેરનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન NSS કો-ઑર્ડીનેટર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે અતિથિ વિશેષ તરીકે વાંકાનેરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર યુ. વી. કાનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકા દ્વારા નિયુક્ત સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર એન. ભાટી, વાંકાનેર સીટી પી.એસ.આઇ ડી. વી. કાનાણી, કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ચુડાસમા તથા સર્વે અધ્યાપક ગણ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા
બધા જ અધિકારીઓએ ખેલાડીઓને આ સિદ્ધિ માટે પ્રોત્સાહન પૂરું પાડેલું હતું તેમ જ નેશનલ લેવલે ખેલાડીઓ સારુ પ્રદર્શન કરે તે માટે આશીર્વાદ પણ આપેલા હતા. રેલીની સંપૂર્ણ જહમત ડૉ. વાય. એ. ચાવડા દ્વારા ઉઠાવવામાં આવી હતી.