આયુષ હોસ્પિટલ મોરબીમાં ફાયર અને કટોકટી વિભાગ-મોરબી દ્વારા Fire and Safety Training આપવામાં આવી હતી.
તારીખ- 04.10.2024 , મોરબી ફાયર અને કટોકટી વિભાગ દ્વારા આયુષ હોસ્પિટલ મોરબીના તમામ સ્ટાફને ફાયર અને સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર વિભાગના જયેશભાઇ – Leading Fire man તમામ સ્ટાફને ફાયર ફાઈટીંગ કરવાનું શીખવ્યું હતું. સ્ટાફને દર્દીઓની સુરક્ષા અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું હતું. આ તાલીમમાં આગના પ્રકારો અને અગ્નિશમન સાધનોના ઉપયોગ વિશે સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.