મોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સંલગ્ન સંસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા શક્તિ ના આરાધના ના પાવન પર્વ નવરાત્રી દરમિયાન પ્રતિવર્ષ કન્યા પૂજન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડીત ના નિવાસ સ્થાન પ્રમુખ હાઈટ્સ ખાતે કન્યા પૂજન નું આયોજન કરવા માં આવ્યુ હતુ.

આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી , મંત્રી નિર્મિતભાઈ કક્કડ સહીત ના સંસ્થા ના અગ્રણીઓ દ્વારા કન્યાઓને ભાવતા ભોજન પીરસી તેમનુ પૂજન કર્યુ હતું. તે ઉપરાંત દરેક બાળાઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.