મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૦૮ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો યોજાઈ રહ્યો છે. જે અન્વયે મોરબી તાલુકાના લાલપર ખાતે ૦૮ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના કાલીકાનગર, લખધીરપુર, લાલપર, પીપળી, ટીંબળી, ધરમપુર, મહેન્દ્રનગર, જાંબુડીયા, પાનેલી, ગીડચ, મકનસર, રવાપરા, લીલાપર, અદેપર, લખધીરનગર, ઘુનડા સજનપર, નીચી માંડલ, ઉંચી માંડલ, ઘુંટુ, ત્રાજપર, ભડીયાદ, જોધપર નદી, માનસર, ખેવાળીયા, પીપળીયા, લુંટાવદર, બરવાળા, ખાખરાળા, કેરાળા, હરીપર, જુના સાદુળકા અને નવા સાદુળકા સહિત ૩૨ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના લોકોએ આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.