ત્રાહિત વ્યક્તિ નો 181 પર કોલ આવેલ જેમાં ત્રાહિત વ્યક્તિ એ જણાવેલ…એક મહિલા આત્મ હત્યા કરવા મટે જવાનું કહેતા હોવા થી તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી ને મદદ માગેલ..
181 મહિલા હેલ્પલાઇન પર ત્રાહિત વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ કાઉન્સિલર બીના ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ, પાયલોટ જીગર પીડિતા બહેન ની મદદ માટે રવાના થયેલ. જેમાં સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેન ના હાથ મા ચેકા ના ઘા છે જેમાં બહેન ને હાથ માં ઇજા થયેલ છે જેથી 108 મા કોલ કરેલ જેમાં બહેન એ જણાવેલ તે સારવાર માટે 108 ની સેવા લેવા માગતા નથી પીડિતા બહેન એ જણાવેલ તે આત્મહત્યા કરવા માગે છે ટ્રક નીચે આવી ને દેહ નો ત્યાગ કરવા માંગે છે એમ કહી ને પીડિતા બહેન એ દોટ મુકેલ રોડ પર જેથી 181 ટીમ બહેન ની પાછળ ગયેલ અને બહેન ને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ.
જેમાં બહેન ને પાણી પીવડાવેલ એક જગ્યા પર બેસાડેલા જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જે વ્યક્તિ એ 181 પર કોલ કરેલ તેની સાથે 14 ચવુદ વર્ષ થયા લિવિંગ રીલેશનશિપ મા રહે છે જેમાં કાલે પીડિતા બહેન ના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લિવિંગ મા સાથે રહેનાર વ્યક્તિ એ તે બાબત પર શંકા કરેલ જેથી બોલાચાલી થયેલ જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જીવન જીવવા ઇચ્છતા ના હોય જેથી ચાકુ વડે હાથ માં ચેકા કરેલ અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હોય જેથી 181 ટીમ પીડિતા બહેન ને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ અને તેમને સમજાવી ને બચાવેલ બહેન ને સમજાવેલ આત્મ હત્યા કરવી એ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેન ના હાથ માં પાટ્ટો વાળેલ જેમાં પીડિતા બહેન 108 ની સેવા લેવા ની ના પાડતા હોવાથી બહેન ને આત્મ હત્યા કરવા ના વિચાર ફરી થી ના આવે અને આગળ ની તબીબી સેવા તથા લોંગ કાઉન્સિલિંગ માટે મોરબી મા આવેલ સખી વન સ્ટોપ સેન્ટર મા હેન્ડો અવર કરેલ.