મોરબી, માળીયા, વાંકાનેર સહિતના નગરપાલિકા વિસ્તારમાં રાત દિવસ ચાલી રહી છે સ્વચ્છતા ઝુંબેશ
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોને પણ સ્વચ્છ અને રળિયામણા બનાવવા માટે સ્વચ્છતા ઝુંબેશ શરૂ છે.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત સુંદર ભારત અંતર્ગત સ્વચ્છતા માટેના અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારો સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે. મોરબી જિલ્લામાં આવેલ નગરપાલિકા વિસ્તારોમાં દિવસ-રાત સફાઈ કરવામાં આવી રહી છે. શહેરના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરમાં સ્વચ્છતા રાખવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર સહિત નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ કામદાર અને સ્વૈચ્છિક સફાઈ મિત્રો દ્વારા દિવસ રાત શહેરોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આપણા ઘર શેરી મોહલ્લા ગામડા અને શહેરને સ્વચ્છ બનાવવા ચાલો આપણે સૌ સ્વચ્છતા શપથ લઈ કટિબદ્ધ બનીએ. તમામ વિસ્તારને સ્વચ્છ બનાવવી સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરીએ.