સમગ્ર મોરબી જિલ્લામાં સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ- આમ ત્રિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી તાલુકામાં આવેલ લાલપર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. શાળાના ભુલકાંઓએ મહેમાનોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મીલેટસમાંથી બનેલ વાનગીઓનું પ્રદર્શન અને મેડીકલ ચેકઅપ કેમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા મામલતદાર નિખિલ મહેતા, અગ્રણી અરવિંદ વાંસદડીયા, ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા અરજદારઓ, શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.