આજે રાત્રે : મોરબીમાં ઉમારાસનું આયોજન

શ્રી ઉમિયા માતાજી મંદિર સંચાલિત મોરબી જિલ્લા તથા શહેર મહિલા સંગઠન સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે તારીખ 16-10-2024 ને બુધવારના રોજ મોરબીની કન્યા છાત્રાલય ખાતે ઉમારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉમારાસ કન્યા છાત્રાલય મોરબી ખાતે રાત્રે 8 થી 11 કલાક દરમ્યાન યોજાશે. જેમાં માતાજીની આસ્થાના પ્રતીક કળશ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમવા મોરબીની તમામ પાટીદાર બહેનોને મોરબી શહેર મહિલા સંગઠન સમિતિ, મોરબી જિલ્લા મહિલા સંગઠન સમિતિ તથા શ્રી કન્યા છાત્રાલય મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.