ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લામાં માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે આઈ.ટી.આઈ. મોરબી, માળીયા- મિયાણા, હળવદ, ટંકારા, વાંકાનેર અને મોરબીમાં કાર્યરત છે.
જેમાં વિવિધ પ્રકારના એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ- ૨૦૨૪ માટે ખાલી રહેલ બેઠકોમાં ચોથા તબક્કાની વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ પ્રક્રિયાની તારીખ- ૩૦/૧૦/૨૦૨૪ સુધી લંબાવાઈ છે.
તે માટે ઈચ્છુક ઉમેદવારોએ ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in આ વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તેમજ રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આઈડી, યુપીઆઈ કયુઆર કોડ, નેફટ વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે.
જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. ખાતે સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમ્યાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠકો પર મેરીટ આધારિત પ્રવેશ આપવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. પ્રવેશ ફોર્મ ભરવા માટે જરુરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલો સાથે લાવવાના રહેશે. જેમાં ધોરણ ૦૮/૦૯/૧૦ ની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (એસ.ટી./એસ.સી./એસ.સી.બી.સી./ઈ.ડબલ્યુ. એસ. માટે), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોઝ, બેંક પાસબુકની નકલ અને આવકનો દાખલો સાથે રાખવાનું રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે જે- તે સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ આચાર્ય, ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.