મોરબી,આજના આ આધુનિક યુગમાં માણસ શ્રમનું મહત્વ ભૂલતો જાય છે,મહેનતના મહત્વને અવગણતો થયો છે, એક સમયે પરિશ્રમને જ પારસમણિ ગણતાં હતા પણ સાંપ્રત સમયમાં ભણેલો ગણેલો શિક્ષિત વ્યક્તિ માત્ર વ્હાઈ કોલર જોબને જ પ્રાધાન્ય આપતો થયો છે.હાર્ડવર્ક કરવાના બદલે સોફ્ટવર્કને જ મહત્વ આપે છે ત્યારે મોરબીના માધાપરવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોમલબેન ધનજીભાઈ પરમાર કે જેમને બી.એસ.સી.જે.એ.પટેલ મહિલા કોલેજમાં કર્યું છે અને પ્રભાબેન પટેલ કોલેજમાં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરેલ છે
આટલા બધા સુશિક્ષિત હોવા છતાં વકીલ તરીકેની સનદ મેળવવા ઘરખર્ચને પહોંચી વળવા આર્થિક ઉપાર્જન કરવા માટે હાલ તેઓ જે નડતરરૂપ ઝાડ હોય એને કાપી લાકડા એકત્ર કરવાનું કઠિન પરિશ્રમ વાળું કામ કરી રહ્યા છે,ત્યારે હાલના સમયમાં ઘરકામ માટે કામવાળી રાખી સાંજે ફેશન ખાતર ચાલવા જતી અને ઘરથી થોડે દુર એક્ટિવા લઈને ખરીદી કરવા જતી મહિલાઓ માટે કોમલબેન પરમાર પ્રેરણારૂપ કિસ્સો છે.