મોરબી જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટરની સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

આગામી તારીખ ૨૫/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે

મોરબી જિલ્લાના ખેતી કરતા તમામ ખેડૂતો અને ટ્રેકટર સહાય યોજનાનો લાભ મેળવવા અંગે ઈચ્છુક ખેડૂતોએ વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત એજીઆર ૫૦ યોજના ટ્રેક્ટર ઘટક માટે I- khedut portal- https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા માટે આગામી તારીખ ૨૫/૧૦/૨૦૨૪ થી તારીખ ૩૧/૧૦/૨૦૨૪ સુધી આ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે.

ઓનલાઈન અરજી કરતી વખતે બેંક પાસબુક, આધાર કાર્ડ અને ૮- અ દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક સાધી શકાશે. જેની સર્વે ખેડૂત મિત્રોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.