મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-૧૨માં ૭૦ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSCની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
પસંદ થયેલ વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦/- અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે.
આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ પ્રેસ નોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૫ માં રૂમ નં.૧૪૬,શિક્ષણ શાખા,પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી,સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ,મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે.અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.