વિવિધ ફ્લોટ્સ, મહા આરતી, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીત ના આકર્ષણો સાથે શોભાયાત્રા નું અનેરુ આયોજન.
સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા, ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા ના લાઈવ પ્રોગ્રામ નું ખાસ આયોજન વિરલ જગદીશભાઈ મીરાણી તથા જલારામ શોભા યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે સાથે સંતો-મહંતો ની ઉપસ્થિતી માં બાપા સિતારામ ચોક ખાતે મહાઆરતી નું આયોજન.
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત તા.૮-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, શોભાયાત્રા જુના બસસ્ટેશન-નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રામ ચોક-શનાળા રોડ-નવુ બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈન રોડ-બાપા સિતારામ ચોક સહીત ના વિસ્તારો માં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગો પર ફરી વળશે.
વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂ.બાપા નું પૂજન કરવા માં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા તથા ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુ દેવ શ્રી પ.પૂ. હરીચરણદાસજી મહારાજ ના ગાદીપતિ પૂ.જયરામદાસ બાપુ સહીત ના સંતો-મહંતો ના વરદ્ હસ્તે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ (જલારામ બ્યુટી ઝોન)પરિવાર દ્વારા કેકકટીંગ યોજવા માં આવશે. શહેર ના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાશે.
શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા માં આવશે જે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેશન ખાતે દીપકભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા) પરિવાર તરફથી શોભાયાત્રા નું સ્વાગત, નગર દરવાજા ખાતે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, ચકીયા હનુમાનજી મંદીર ખાતે વસંત પ્લોટ ગરબી મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત પોપટ પરિવાર દ્વારા સ્વાગત, નવા બસસ્ટેશન ખાતે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શોભાયાત્રાનનું સ્વાગત કરવા માં આવશે. તે ઉપરાંત શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ નો લાઈવ રોટલા પ્રસાદ વિતરણ કરવા માં આવશે. શહેર ના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે. શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.