મોરબી : હળવદ ખાતે નિઃસંતાનપણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હળવદના શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, સારા ચોકડી, ખાતે તારીખ : ૧૦-૧૧-૨૦૨૪, રવિવારે સવારે ૧૦ થી ૧ સુધી
ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા 35 વર્ષથી વધુ કે ઓછી ઉંમર સુધી નિઃસંતાનપણાની સમસ્યા, લગ્નના 5 વર્ષ કે તેથી વધુ વર્ષથી સંતાન સુખમાં નિષ્ફળતા. પુરૂષમાં શુક્રાણુઓની ખામી (એઝોસ્પર્મિયા). સ્ત્રીઓમાં ફેલોપિયન ટયુબ બંધ હોવી.
IUI અને IVF (ટેસ્ટટયુબ) સારવાર લીધા પછી પણ નિષ્ફળતા તેમજ સ્ત્રીઓમાં બીજ ન બનવા અથવા ઓછા બનવા અને સ્ત્રી કે પુરૂષ બીજની સમસ્યા. સ્ત્રીઓમાં વંધ્યત્વની સમસ્યા. AMHનું પ્રમાણ ઓછુ હોવું જેવી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે નિદાન તેમજ માર્ગદર્શન હેતુ તારીખ : ૧૦-૧૧-૨૦૨૪, રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા જતન ટેસ્ટટયૂબ બેબી અને લેપ્રોસ્કોપી સેન્ટર મોરબી ના ડો.ભૂમી જાકાસણીયા તથા તેમની ટીમ સેવા આપશે.આ નિદાન કેમ્પમાં જોડાવા માટે મો. 93284 46089, 2822 296 796
એપોઇન્ટમેન્ટ નોધાવી લેવા અનુરોધ કરાયો છે.