મોરબી : અંદરપા પરિવાર દ્વારા મોરબી તાલુકાના મુ. ગાળા (સ્વામિનારાયણનગર) ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9-11-2024ને શનિવારના રોજ આ સપ્તાહનો પ્રારંભ થશે. તેમજ તા. 15-11-2024ને શુક્રવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે.
આ કથામાં શ્રી મદ ભાગવત કથાકાર શાસ્ત્રીજી રાજુભાઇ આર શાસ્ત્રીજી (આંદરણાવાળા) વ્યાસપીઠે બિરાજી સવારે 8:30 થી બપોરે 11:30 કલાક તેમજ બપોરના 3 થી 6 કલાક દરમ્યાન સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં તા. 9ના રોજ સવારે 8 કલાકે પોથીયાત્રા ત્યારબાદ શ્રી મદ ભાગવત માહાત્મ્ય, તા. 10ના રોજ 11 કલાકે કપિલ જન્મ, તા. 11ના રોજ સવારે 10 કલાકે ધ્રુવ ચરિત્ર અને સાંજે 5:30 કલાકે નૃસિંહ ભાગવત પ્રાગટય, તા. 12ના રોજ સવારે 10 કલાકે ભગવાન વામન જન્મ અને બપોરે 12 કલાકે રામ ભગવાન જન્મ તેમજ સાંજે 5:30 કલાકે કૃષ્ણ જન્મ મહોત્સવ, તા. 13ના રોજ સવારે 9 કલાકે કૃષ્ણ લીલા ચરિત્ર, તા. 14ના રોજ સાંજે 5 કલાકે રૂક્ષ્મણી વિવાહ, તા. 15ના રોજ સવારે 9 કલાકે સુદામા ચરિત્ર અને સાંજે 4 કલાકે પરીક્ષિત મોક્ષ તથા કથા વિરામ વગેરે કાર્યક્રમો યોજાશે.