મોરબી : આયુષ હોસ્પિટલ દ્વારા રેલ્વે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી ખાતે તારીખ 11.11.2024 ના રોજ આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા રેલ્વે વિભાગ-મોરબીના કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક કન્સલ્ટેશન, બ્લડપ્રેશર, ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં રેલ્વે વિભાગના કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો હતો.