મોરબી : ઓવરલોડ વાહનો કોની રહેમ હેઠળ પસાર થાય છે ??, RTO વિભાગ ને ચશ્માં ?? અકસ્માત થાય તો RTO જવાબદારી લેશે ?
મોરબી જિલ્લાની અંદર ઓવરલોડ માફિયા બેફામ બન્યું છે, ત્યારે જિલ્લાની અંદર સિરામિક ઉદ્યોગ હરણફાળ પ્રગતિ કરી રહ્યો હોય ઉપરાંત બીજી તરફ, સિરામિક રો મટીરીયલ, કોલસા ઉપરાંત ખનીજો જેવો અલગ અલગ માલ સમાન લઈ જવા માટે ડમ્પર તેમજ ટ્રક નો ઉપયોગ થતો હોય છે, ત્યારે આ ડમ્પર તેમજ ટ્રક ની કેપેસિટી નિર્ધારિત કરેલ હોય છે, કાયદાકીય દ્રષ્ટિએ તેનાથી વધુ ટ્રક પર લોડિંગ કરી શકાય નહીં, પરંતુ મોરબી જિલ્લામાં ઓવરલોડ ડમ્પરોનો રાફડો ફાટ્યો છે, દરેક ટ્રક કે ડમ્પર ઓવરલોડ જ નીકળતું હોય છે તેવી સ્થિતિ હાલ મોરબી જિલ્લાની થઈ ચૂકી છે.
ઓવરલોડ ટ્રક કે ડમ્પર કાયદાકીય રીતે ગેરકાનૂની તો છે જ પરંતુ ક્યાંક ને ક્યાંક ઓવરલોડિંગના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય રહેતો હોય છે, ઓવરલોડિંગ ના કારણે ઘણી વખત ડ્રાઇવર ટ્રક કે ડમ્પર પરથી પોતાનો કાબૂ ખોઈ બેસતા હોય છે જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે, ઉપરાંત ઘણી વખત ટ્રકના ટાયર ફાટવા, કે ટ્રકની રીંગ તૂટી જવી જેવી ઘટનાઓ પણ બનતી હોય છે, પરંતુ છતાં આરટીઓ વિભાગ આ બાબતે આંખ આડા કાન કરીને બેઠું હોય એવો ઘાટ ઘડાઈ રહ્યો છે, મોરબી જિલ્લાના અમુક રસ્તાઓની વાત કરીએ તો નવલખી રોડ કે જે નવલખી પોર્ટ સાથે જોડાયેલ છે જેના કારણે 24 કલાક આ રસ્તો ડમ્પરો થી ધમધમતો હોય છે
ઉપરાંત મોરબીના માળિયા હાઇવે, હળવદ રોડ, સરતાનપર રોડ, લગધીરપુર રોડ, વાંકાનેર હાઇવે જેવા અનેક રસ્તાઓ પર ઓવરલોડિંગ ભરેલા ટ્રક તેમજ ડમ્પરો બેફામ ખુલ્લા સાંઢ ની જેમ રખડતા હોય છે, જાણે આ ઓવરલોડિંગ માફીયાને આરટીઓ કે પોલીસની બીક જ ના હોય તે રીતે રસ્તા પર ખુલે આમ રખડતા હોય છે. બીજી તરફ અનેક ટ્રકોમાં ઓવરલોડિંગ કરેલ રેતી તેમજ કપચી અને અન્ય ખનીજો સિરામિક રો મટીરીયલ લઈ જવામાં આવતી હોય છે આવા ટ્રકમાં ઉપર તાલપત્રી પણ બાંધવામાં આવતી નથી જેના કારણે પવન આવતાની સાથે તેમાં રહેલ માલ ઉડતો હોય છે જેના કારણે પણ અકસ્માતો થતા હોય છે.
તો બીજી તરફ વાત કરીએ મોરબી આરટીઓની તો આરટીઓ કચેરીના અમુક અધિકારી કે કર્મચારીઓ મળતીયાઓ દ્વારા હપ્તાઓ લઈ રહ્યા છે તેવી વાત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે આ અધિકારીઓ કે કર્મચારીઓ કોની મીઠી નજર હેઠળ આ ઓવરલોડિંગ માફિયા તથા ડમ્પર ચાલકોને છાવરી રહ્યા છે. તેવા સવાલો પણ હાલ લોક મુખે ઉઠી રહ્યા છે. તો આ અધિકારીઓ કે કર્મચારીઓ આવા મળતીયાઓ સાથે મળી ઓવર લોડેડ ડમ્પર ચાલકો ડમ્પર માફિયા જેને કહી શકાય તેવા લોકો પાસેથી અને ચાલકો પાસેથી ત્રણ ત્રણ હજાર રૂપિયાના હપ્તાઓ લેતા હોય છે તેવી માહિતી પણ સૂત્રો તરફથી મળી છે. ત્યારે શું આ ઓવર લોડેડ માફિયા પર કોઈ કાળે અંકુશ આવશે કે મોરબી આરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ને મળતીયાઓ ફક્ત અને ફક્ત હપ્તા લઈને મોરબીની જનતાને મોતના મુખમાં ધકેલી રહી છે તેવા પ્રશ્નો પણ હાલ લોકો ઉઠાવી રહ્યા છે.
તો બીજી તરફ હપ્તારાજના કારણે મોરબી જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિ દિન વિકટ બનતી જઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લાની પરિસ્થિતિને સુધારવા અને આ હપ્તા રાજને બંધ કરવા માટે જનતાએ સાથે મળીને આગળ આવવું જોઈએ અને અવાજ ઉઠાવો જોઈએ જેથી આ હપ્તા રાજ બંધ થઈ શકે અને મોરબી નું ભાવી ભવિષ્ય અંધકારમાં જતું અટકી શકે તથા જિલ્લામાં આવા અણ બનાવો પણ અટકી શકે, ક્યારે હાલ આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકમુખે માંગ ઉઠી રહી છે.