મોરબી: ભારત રત્ન અને ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમિતે આગામી તારીખ 6 ડિસેમ્બરના રોજ સાંજના 6:30 મોરબીના નહેરૂ ગેટથી નગરપાલિકા ખાતે આવેલ ડો.બાબા સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ડો.બાબા સાહેબની પ્રતિમાને કેન્ડલ પ્રગટાવી ડો.બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. આ કેન્ડલ માર્ચમાં મોરબીની જાહેર જનતાને જોડાવવા તથા જેમાં સફેદ વસ્ત્રોમા ઉપસ્થિત રહેવા અનુ.જાતિ સમાજ આગેવાન નાનજીભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.