ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને રૂપીયા 60,000/- ના ડબલ 1,20,000/- નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને 9% વ્યાજ સહીત ચૂકવવા હુકમ ફરમાવતી મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની કોર્ટ, કેસની વિગત જોઇએ, તો ફરીયાદી-સલામહુસૈન ફીરોઝભાઈ ભુવર એ આરોપી- લાલાભાઈ ભીમાભાઇ રાઠોડ, રહે-કાલીકા પ્લોટ, મોરબીવાળાએ સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-7186/2022 થી આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની ની કોર્ટમાં દાખલ કરેલ.
જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સીમા નાથાણીની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-25-11-2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાનીએ આરોપી- લાલાભાઈ ભીમાભાઇ રાઠોડ ને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને રૂપીયા 60,000/- ના ડબલ 1,20,000/- નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને 9% વ્યાજ સહીત ચૂકવવા હકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલ ના હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. આમ નામદાર અદાલતે નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ના હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેર હાજર રહી કેસ લંબાવતા હોય, તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે સીમા નાથાણી રોકાયેલા હતા