મોરબી તાલુકા નું ગામ લાલપર નો યુવાન મેહુલભાઈ રમેશભાઈ બાર અગ્નિવીર આર્મીમાં પસંદગી પામતા લાલપર ગામમાં હરખ છવાયો હતો કાલે ગુરૂવારના દિવસે આ યુવાન તાલીમ પૂર્ણ કરી વતન પરત આવ્યો હતો જેથી ગામજનોએ વાજતે ગાજતે ફુલડે વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો
મોરબીના લાલપર ગામે રહેતા મેહુલભાઈ રમેશભાઈ બાર રબારી નામના યુવાનને નાનપણથી જ દેશ સેવાનું સપનું જોયું હતું જેથી તેને તનતોડ મહેનત કરી હતી જે બાદ અગ્નિ વીર આર્મી માં પસંદગી પામ્યો હતો વધુમાં અગ્નિવીર આર્મી માં જોડાઈ ને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી યુવાન પ્રથમ વખત માદરે વતન આવ્યો હતો ત્યારે લાલપર ગામના લોકોએ ઉત્સાહભેર વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો
આ તકે લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડિયા તેમજ ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તેમજ આ યુવાને જ્યાં પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું તે નવદીપ વિદ્યાલય શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર તમામે આ યુવાનને લાલપર ગામ તથા શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા