ટંકારા તાલુકા ના હડમતીયા ગામે જ્ઞાનદીપ વિદ્યાલય એટલે એક એવી સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થી માટે હર હંમેશ એવા કાર્યક્રમનું આયોજન થાય છે કે જેના થકી વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં આગળ વધે જ્ઞાનદીપ વિદ્યાલય ને આંગણે બિઝનેસ બ્લાસ્ટર 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં વિવિધ સ્ટોલો ગુડ મોર્નિંગ થી ગુડનાઈટ સુધીની દરેક વસ્તુઓ વિદ્યાર્થી દ્વારા સેલિંગ થાય વિદ્યાર્થી કઈ રીતે બિઝનેસ કરી શકે એનો આબેહૂબ નમૂનો આ કાર્યક્રમમાં જોવા મળ્યો, વિદ્યાર્થીઓ દ્વારા જ આ કાર્યક્રમ સંચાલન તેમજ ડિસ્કાઉન્ટ ભાવે દરેક વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું ભવિષ્યમાં બિઝનેસમાં જવા માટે આ કાર્યક્રમ દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તેમ જ વાલી દ્વારા વિવિધ સ્ટોલો ની મુલાકાત વિદ્યાર્થીઓ સાથે ભાવતાલ તેમજ વસ્તુની સાંદ્રતાની ચર્ચા કરવામાં આવી
આ કાર્યક્રમ એક પ્રેરણાદાયિક કાર્યક્રમ છે બે દિવસ ચાલનારો આ કાર્યક્રમ હડમતીયા મુકામે જ્ઞાનદીપ વિદ્યાલય માં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. સામાજિક અને રાજકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવા હડમતીયા ગામના પંકજભાઈ રાણસરિયાના હાથે કાર્યક્રમનું ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારે સાથે સાથે શાળા ના સંચાલક અતુલભાઇ વામજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરવા મા આવ્યા