મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ , એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા પાયલોપ્લાસ્ટી નું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું.
મોરબી જિલ્લા ના પીપળી ગામના ભૂમિબેન ઉમ્ર 17 વર્ષ ને પડખમાં દુખાવો થતો હતો તો વધુ સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ કેયૂર પટેલ સાહેબ યુરો સર્જન ને બાતવા માટે આવેલ તો રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓ ને કિડની માં સોજો આવી ગયેલ હતો. ત્યાર પછી DTPA સ્કૅન દ્વારા કનફોર્મ કરાયું કે તેમની જમણી કિડનીની નળીમાં બ્લોક છે જેને મેડિકલ ભાષા માં પેલ્વિ-યુરેટીક જંકસન ઓબસ્ટ્રકશન કહેવાય છે. દર્દી નું સફળતા પૂર્વક લેપ્રોસ્કોપિક ઓપરેશન કરાયું. દર્દીના સગાએ ડોક્ટર તથા તેમની ટીમ નો આભાર માન્યો.
આ ઓપરેશન 2 પ્રકાર થી થતાં હોય છે કાપો મૂકી ને (ઓપન) અને લેપ્રોસ્કોપિક ( દૂરબીન દ્વારા ) , કાપો મૂકીને કરવાથી રૂજ આવતા સમય લાગે અને દુખાવો પણ વધારે થતો હોય છે જેથી કામ પર લગતા સમય લાગતો હોય છે. તેમજ લેપ્રોસ્કોપિક થી કાપો મૂકવો પડતો નથી અને દુખાવો પણ ઓછો થાય છે અને વહેલા કામ પર લાગી શકાય છે.
આ પ્રકાર ના ઓપરેશન મોરબી જિલ્લા તેમજ નાના શહેરો થતાં નથી. મોરબી જિલ્લા માં આયુષ હોસ્પિટલ ખાતે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ.