મોરબી તાલુકાના લુંટાવદર ગામના વતની અને સેવાભાવી તથા મોરબી તાલુકા ભાજપ મંત્રી નિતેશભાઈ બાવરવાનો આજે જન્મદિવસ છે. આ અગાઉ તેઓ મોરબી તાલુકા યુવા મોર્ચા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. તેઓ હરહંમેશ સેવાકીય કાર્યો તથા ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહી કાર્યો કરી રહ્યા છે. ગ્રામ્ય પંથકના છેવાડાના લોકો સુધી પહોંચી ભાજપના વિકાસલક્ષી કાર્યોથી લોકોને માહિતગાર કરતા રહ્યા છે. ત્યારે આજે નિતેશભાઈ બાવરવાના જન્મદિવસ નિમિતે રાજકીય સામાજીક આગેવાનો તથા સગા-સંબધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.98259 54605 પર શુભકામના પાઠવી રહ્યા છે.