મોરબી ૧૮૧ ટીમે ભુલી પડેલી કિશોરી નું પરિવાર સાથે કરાવ્યું મિલન
મહિલા ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી નવાગામ ગામમાં છેલ્લા ચાર -પાચ કલાકથી મુજાયેલ હાલતમાં આંટા ફેરા મારે છે ત્યાંના લોકોએ બેન સાથે પુછપરછ કરી પરંતુ કિશોરી કાંઈ કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે અને ખુબ જ રડે છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતા સગીરાને ત્યાંના લોકોએ સુરક્ષિત એક દુકાન પાસે બેસાડેલા હતાં અને તેમને નાસ્તો કરાવ્યો હતો.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ગભરાયેલી હતી કિશોરી ને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ વધુ માં કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે મારા મમ્મી મૃત્યુ પામેલા અને મારા પપ્પા હાલ મધ્ય પ્રદેશ માં છે મારે ભાઈ-બહેન કોઈ નથી હજુ હાલ અમે મધ્ય પ્રદેશ થી હું અને મારા દાદા -દાદી અને મારા ફુઈનો છોકરો મોરબી માં એક ખેતીવાડી માં કામ કરવા માટે આવ્યા છે મધ્ય પ્રદેશ થી આવ્યા તેના હજુ એક જ દિવસ થયો ત્યારબાદ કિશોરી એ જણાવેલ કે મારી તબિયત સારી ન હોય તેથી હું અને મારા દાદા અને દાદી મોરબી સિવિલ હોસ્પિટલમાં દવા ગયા હતા ત્યાંથી મારી સારવાર કરાવીને અને ગેટ બહાર નીકળ્યા અને મેં મારા દાદી પાસે પાંચ રૂપિયા માંગ્યા પરંતુ મારા દાદીએ મને પૈસા ના આપ્યા માટે હું મારા દાદી નો હાથ મુકાવી ને થોડી દુર જતી રહી થોડી વાર પછી મેં દાદા અને દાદી આમતેમ ગોતીયા પરંતુ મળ્યા નહીં અને હું રડતી રડતી એક રીક્ષામાં બેસી ગયી મારી પાસે રિક્ષા ભાડું ન હોવાથી મને એક ગામમાં ઉતારી દીધી ત્યાં હું મારા દાદા અને દાદી ની રાહ જોતી હતી પરંતુ તેઓ આવ્યા નહીં.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી ને આજુબાજુ ના કારખાનામાં લયી ગયા અને આજુબાજુની વાડીમાં પણ લઈ ગયા અને આજૂબાજૂના બધા જ લોકો સાથે પુછપરછ કરવામાં આવેલ પરંતુ કિશોરી ને કોઈ ઓળખતું ન હતું
ત્યારબાદ ૧૮૧ ટીમ અને શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહના મેનેજમેન્ટ પરેશભાઈ ત્રીવેદી અને અસ્મિતાબેન ગોસ્વામી સાથે મળીને ઘણા પ્રયત્નો બાદ કિશોરી ના પરિવાર ના સભ્યોનો કોન્ટેક્ટ મેળવી અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરી નાં દાદા અને દાદી અને ફુઈના દિકરા સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે મોરબી સિવિલ હોસ્પિટલથી દાદીએ પૈસા ન આપ્યા એટલે દાદીનો હાથ મુકાવીને તેમની દિકરી કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દિકરી મળેલ નહીં.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ,સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ દિકરીને શિક્ષણ આપવા બાબતે તેમના દાદા -દાદીને લાબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરી નું ધ્યાન રાખવા જણાવેલ.
આમ સગીરાએ ક્યારેય પણ દાદા અને દાદીના જાણબહાર ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો કિશોરીના પરિવાર જનોએ તેમની દિકરી ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમ તેમજ શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહના ટીમનો આભાર વ્યક્ત કર્યો.