શ્રી સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ધોરણ ૫ થી ૯ માં રાત્રિ રોકાણ સાથેની શિબિર યોજાઇ

શ્રી સરસ્વતી શિશુમંદિર-મોરબી દ્વારા શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું કાર્ય તો થાય જ છે. પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓને અનુભવવાળા શિક્ષણની આવશ્યકતા છે, ત્યારે શાળામાં આ પ્રકારની શૈક્ષણિક શિબિર દ્વારા અનુભવી જ્ઞાન અપાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે ગણિતની રમતો, આંખના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ, સ્વરક્ષણ માટે લાઠીદાવ, નિયુદ્ધ, સાહસિકતા વધે તે માટે ટ્રેકિંગ, પ્રાકૃતિક ખેતીની મુલાકાત, આર્યસમાજ ટંકારાની મુલાકાત, રેલવેના અનુભવ થાય તે માટે રેલવેમાં મોરબી થી વાંકાનેર સુધી વિદ્યાર્થીઓને મુસાફરી, પાકશાસ્ત્ર, શાખા, ધ્યાન સત્ર, પ્રાતઃ સ્મરણ, જાગો ગ્રાહક જાગો અંતર્ગત ગ્રાહક તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે બાળકોમાં રહેલી વિવિધ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને “સૌરાષ્ટ્ર દર્શન” નામનો પ્રતિભા પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓના માતા-પિતાનું પૂજન થાય તે અંતર્ગત માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
આ પ્રમાણે અલગ અલગ ધોરણોમાં અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વાલી અભિપ્રાયમાં કહેવું એવું હતું કે શૈક્ષણિક શિબિર દ્વારા વિદ્યાર્થીઓનું ખૂબ જ ઘડતર થાય છે સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જેનો ઘણો બધો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે.