મોરબી આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં તમામ પોથી યજમાનોનું સન્માન કરાયું

શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી સહીત ની સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં તમામ પોથી યજમાનો નું અદકેરૂ સન્માન.

શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા ૨૭ પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ, જે અંતર્ગત જ્ઞાતિ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી ના અગ્રણીઓની આગેવાની માં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી સહીત ની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન પ.પૂ.નરેશભાઈ રાજ્યગુરુ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી તથા દરેક પોથી યજમાનોનું અદકેરુ સન્માન કરવા માં આવ્યુ હતુ.