ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી બહેનો માટે નિશુલ્ક વીસરાતી જતી રમતોનો એક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોથળા દોડ , લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત ખુરશી અને બેલેન્સ દોડ જેવી રમતો રમાડવામાં આવશે અને દરેક વિજેતા બહેનોને ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી ઇનામ પણ આપવામાં આવશે જેમાં 18 વર્ષથી ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે જે માટે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે દરેક બહેન વધુમાં વધુ ત્રણ રમતમાં ભાગ લઈ શકશે તારીખ : 12-01-2025 રવિવાર, સમય : સવારે 9:00 વાગ્યે, સ્થળ : નિલકંઠ વિદ્યાલય
તકે ક્લબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નેશનલ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ દ્વારા મોરબીના સર્વે બહેનોને આ વિસરાતી જતી રમતો રમવાનો લહાવો લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે