ભુજ – દિલ્હી વચ્ચે ફ્રેબુઆરી થી વિમાની સેવા શરૂ થશે. વિનોદ ચાવડા 

ભુજ – દિલ્હી વચ્ચે વિમાની સેવાને લઇને લાંબા સમય થી ચાલતી માંગણી દિલ્હીમાં સ્લોટ ની મંજુરી મળતા ૧ ફ્રેબુઆરી થી શરૂ થશે તેવી સતાવાર માહિતી મળેલ છે. ભુજ – દિલ્હી વચ્ચે આવન જાવન કરતાં યાત્રીકો, કચ્છી એન.આર.આઇ. માટે અત્યંત લાભકારી – સુલભ બની રહેશે. મુંબઇ ની જેમ જ દિલ્હી થી પણ વિદેશ જતાં – આવતા લોકોને કનેકટીવીટી નો લાભ થશે. કચ્છ ભારત ના યુપી – હિમાચલ પ્રદેશ કાશ્મીર ફરવા જતાં પ્રવાસીઓ પણ લાભ લઈ શકશે.
કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ઉડ્ડયન મંત્રીશ્રી ને મળી લેખીત – મૌખીક રજુઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ સાથે પત્ર વ્યવહાર દિલ્હી વિમાની મથકે સ્લોટ ફાળવણી થતાં ૧લી ફ્રેબુઆરી થી ભુજ – દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા ની વિમાન સેવા શરૂ થશે ગ્લોબલ કચ્છ ફેડરેશન અને વિવિધ ચેમ્બરો, ધારાસભ્યશ્રીઓ ની સમયાંતરે રજુઆતો ને પણ વાચા મળી છે. તેમ સાંસદશ્રીએ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. લોક લાડીલા વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીજી તથા ભારત સરકારશ્રી ના સહકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો.
ભુજ – દિલ્હી વિમાની સેવા સમય પત્રક મુજબ દિલ્હી થી બપોરે ૩:૦૦ વાગ્યે ઉપડી ભુજ ૪:૩૦ વાગ્યે અને ભુજ થી ૫:૩૦ વાગ્યે ઉપડી ૭:૦૦ વાગ્યે સાંજે દિલ્હી પહોચશે.
નવા નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવા આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થાય માટે પ્રયત્નો ચાલુ છે.