e-KYC બિલકુલ સરળ; ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન તથા નિયત કેન્દ્રો પર e-KYC સરળતાથી થઈ શકે છે

e-KYC રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરથી થઈ શકે છે, કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને નહીં આપવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ

        રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, બે રીતે e-KYC કરાવી શકે છે.

રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. તેમજ જે રેશનકાર્ડ ધારકોના ખોટા આધાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઈ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકાશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી યાદીમાં જણાવાયું છે.