જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ઉજવાશે
મોરબી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી જ્ઞાતિની વાડી ખાતે ઉજવાશે મોરબીના રામઘાટ પાસે આવેલ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિની વાડી ખાતે સવારે ૭ : ૩૦ કલાકે મંગળા આરતી અને બપોરે મહા આરતી બાદ મહાપ્રસાદ યોજાશે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાશે જેમાં મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારોને પધારવા મંત્રી રામાવત હિતેષ બાબુલાલની યાદીમાં જણાવ્યું છે