મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવા એ પ્રયાગરાજ જઇ આસ્થાનું પ્રતીક એવા કુંભમેળામાં મોરબી જિલ્લાના લોકોના સુખાકારી માટે ગંગા નદીમાં સ્નાન કર્યું. રવાડીમાં નીકળેલા સાધુ – સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્વ ની શાનદાર ઉજવણી જોવા મળી, જય ગંગા મૈયા ના નાદથી વાતાવરણ સતત ગુંજી રહ્યું હતું.