રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ટ્રસ્ટ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ, સમાજ સેવા માટે સતત કાર્યશીલ છે.સંઘ ના સેવા કાર્ય થી પ્રેરાઈ ને મોરબી ના અગ્રણી ,લોહાણા સમાજ ના આગેવાન ઉદ્યોગપતિ અશોકભાઈ કાથરાણી એ સમાજ માટે કંઇક સેવા કાર્ય માટે કરી છૂટવું છે તેવો નિરધાર મોરબી ના સંઘ કાર્યકર્તા ઓ પાસે વ્યક્ત કર્યો. તેનો અમલ તા.૧૪/૦૧/૨૦૨૫ ને મકરસંક્રાંતિ ના દિવસે કર્યો.
કેવિન અશોકભાઈ કાથરાણી પોતાની માલિકી ની જમીન મોરબી માં ધરાવે છે, શક્ત શનાળા ગામ ના સર્વે નંબર માં અંદાજે 8800 ચો.ફૂટ જમીન ધરાવે છે ઉપરોક્ત જમીન જેની અંદાજિત આજની બજાર કિંમત મુજબ 1.5 કરોડ જેવી થાય તેની પરવા કર્યા વિના આ જમીન ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ ને સમાજ સેવા કાર્ય ની પ્રવૃતિઓ માટે આપવાનો નિર્ણય કર્યો.
તેમના નિર્ણય મુજબ આ જમીન કેવિનભાઈ અશોકભાઈ કાથરાણી એ ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ ને બક્ષિસ દસ્તાવેજ ટ્રસ્ટના નામનો કરી આપેલ છે સેવા ભારતી ના લોકાર્પણ કાર્યક્રમ માં રાજકોટ મુકામે માનનીય સર કાર્યવાહ આદરણીય દત્તાત્રેયજી હોસબોલે ના વરદ હસ્તે તેમનું તથા પરિવાર નું શિલ્ડ થતા શાલ આપી ને યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું