મોરબી: ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સંભાષ ચંદ્ર બોઝની આજે 128મી જન્મજયંતિની મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ક્રાંતિકારી સેના દ્વારા આજે ફુલહાર અને પુષ્પ અર્પણ કરીને જન્મજયંતી નિમિતે સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધા સુમન પાઠવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.