મોરબી ABVP દ્વારા ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા છેલ્લાં સાત વર્ષથી ૨૬મી જાન્યુઆરીએ ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવે છે. તો દર વર્ષની જેમ આજ વર્ષે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવ્યું. જેમાં મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર અન્ન ક્ષેત્ર ચલાવતા બચુબાપા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.