ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના Centralized Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે જે જાહેરાતમાં ૩૨૪૩૮ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે. જે અરજી કરવાની અંતીમ તારીખ ૨૨/૦૨/૨૦૨૫ છે.
અત્રેના મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળે અને તેઓ સરકારી સેવામાં જોડાય તેવા શુભ આશયથી અત્રેની મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા અત્રેના જિલ્લાના ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે કુલ ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.



જેમાં તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે ૦૫ કેન્દ્રોમાં તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી અને ગ્રામ્ય કક્ષાએ ૩૦ જેટલા કેન્દ્રો ખાતે તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે. જે કેન્દ્રોની વિગતવાર યાદી આ સાથે સામેલ છે. રસ ધરાવતા ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે.
