ભૂતપૂર્વ શિક્ષિકાએ જુના નસીતપર પ્રા. શાળામાં સ્માર્ટ ટીવીની ભેટ આપી

મોરબી: શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળા સાથે જોડાયેલા ભૂતપૂર્વ શિક્ષિકા મેરજા કાજલબેન તરફથી બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના નાના-નાના ભૂલકાઓ સચિત્ર અને ઓડિયો વીડિયોથી ઝડપથી શીખી ગમ્મત સાથે આનંદપૂર્વક શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી આજરોજ શાળામાં સ્માર્ટ ટીવી સપ્રેમ ભેટ આપી પોતાના લાગણીથી જોડાયેલા ભાવો દર્શાવ્યા હતા. શાળા પરિવારે મેરજા કાજલબેનનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો