કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્યાતિભવ્ય જીતને આવકારતા જણાવ્યુ હતું કે, છેલ્લા ૨ ટર્મ ના આપના શાસન માં ભ્રષ્ટાચાર, જુઠાણા, અને પ્રજાને ખોટા વચનો થી ત્રસ્ત દિલ્હીની જનતાએ આ ચૂંટણીમાં હરાવ્યા છે. અને ભાજપ ને સ્પષ્ટ બહુમતી આપી છે.
જનતાએ વડાપ્રધાન અને તેમની નિર્ણયક સરકાર અને ભારતીય જનતા પાર્ટી માં સંપૂર્ણ વિશ્વાસ મૂકી પ્રચંડ જીત આપી છે. હું દિલ્હી ની જનતા જનાર્દન માનનીય વડાપ્રધાન, અમિતશાહ, જે.પી. નડ્ડાજી દિલ્હી ભાજપના સંગઠન પદાધિકારીઓ, કાર્યકરો સૌ ને અભિનંદન પાઠવતા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/02/PHOTO-VINOD-CHAVDA-228x300.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)