આવતીકાલે : મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે

આવતીકાલ તારીખ ૧૧/૦૨/૨૦૨૫ ના રોજ કોમ્પ્યુટર ઓપરેટર અને બેન્ક ઓફિસ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે સવારના ૧૧:૦૦ કલાકથી મોરબી મહાનગરપાલિકાની કચેરી, ગાંધીચોક ખાતે વોક ઈન ઇન્ટરવ્યૂ યોજાશે.

આગામી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે વોક ઈન ઇન્ટરવ્યૂનો સમય સવારના ૧૧:૦૦ કલાકથી રહેશે. મોરબી મહાનગરપાલિકાની કચેરી, ગાંધીચોક ખાતે સમગ્ર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.