મોરબીની જે. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓનું પ્લાસ્ટિક ફ્રી મોરબી અભિયાન

શ્રીમતી જે પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોરબીના જાહેર રસ્તાઓ, વિસ્તારો માંથી આશરે 3700 વેસ્ટ પ્લાસ્ટિક બોટલ એકઠી કરી પ્લાસ્ટિક ફ્રી મોરબી નું સ્વપ્ન એમની આંખોમાં વાવ્યું.

કોલેજ દ્વારા દરેક વર્ગ વચ્ચે વેસ્ટ બોટલ એકઠી કરવાની કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૪૫ મિનિટમાં વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં બોટલો એકઠી કરી ટીવાયબીએસસી ની વિદ્યાર્થીનીઓ વિજેતા જાહેર થઈ હતી. પ્રિન્સિપાલ શ્રી આરતી રોહને નિવેદન કર્યું છે કે દરેક શાળા , મહાશાળાઓ તથા દરેક સંસ્થાઓ એ પ્લાસ્ટિક ફ્રી બનવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. સાથે મળીને નાના નાના પગલાઓ થી શરૂઆત કરીએ, મોરબી ને સ્વચ્છ અને સુંદર બનાવીએ.