જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપર ખાતે આગામી તારીખ ૧૮-૦૨-૨૦૨૫ ના સવારના ૦૯:૦૦ કલાકથી આરોગ્ય શાખા-જિલ્લા પંચાયત મોરબી, GMERS મેડીકલ કોલેજ-મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ અને ૪૫ કિગ્રાથી વધુ વજન ધરાવતી કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેમનું હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તો તેઓ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. તેમજ રક્તદાન થકી કોઈ અમૂલ્ય માનવ જીવન બચાવવાની યાત્રામાં સહયોગી બની શકાય છે.




ઉક્ત રકતદાન શિબિરમાં મોરબી તાલુકાના મહત્તમ નાગરિકો ભાગ લે તેમ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
