મોરબી તાલુકામાં વિવિધ ૧૧ પ્રાથમિક શાળાઓના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રમાં સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ખાલી હોય તેમાં ભરતી કરવામાં આવશે. જેમાં છતર પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, ઓટાળા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ૧ રસોયા, નેકનામ પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, જયનગર પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, નેસડા (સુ.) પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, ધુનડા (ખા.) પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, નેસડા (ખા.) પ્રાથમિક શાળામાં ૧ રસોયા, ૧ મદદનીશ, જુના નસીતપર પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, નવા વીરપર પ્રાથમિક શાળામાં ૧ રસોયા, નવા નસીતપર પ્રાથમિક શાળામાં ૧ રસોયા, ગજડી પ્રાથમિક શાળામાં ૧ મદદનીશ, નવા રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ૧ રસોયા- આમ કુલ ૧૫ વિવિધ ખાલી જગ્યાઓ પર માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે.
જેના માટે ધોરણ ૧૦ પાસ કે જ્યાં ધોરણ ૧૦ પાસ ઉમેદવાર ન હોય ત્યાં ધોરણ ૭ પાસ કે તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા, ૨૦ થી ૬૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનના અરજી પત્રક મામલતદારશ્રીની કચેરી, મધ્યાહન ભોજન શાખા, ટંકારા ખાતેથી કયેરી સમય દરમિયાન મેળવીને આગામી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ અને સાચી વિગતો ભરીને મોકલી આપવાના રહેશે.




ઉમેદવારોએ નિયત નમૂનના અરજી પત્રક સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, રેશનકાર્ડ, વીજળીનું બીલ, આવકનો દાખલો, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને સહી સાથે જોડવાના રહેશે.
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન, જલાઉ લાકડા, શાકભાજીનો વેપાર કરતા હોય, મરી મસાલા લોટ દળતા હોય, વકીલાત હોય, સરકારી નોકરી હોય, સરકારશ્રીનું અનુદાન મેળવતા હોય, સરકારશ્રીના આશ્રિતો હોય, ગુનાહિત કે અક્ષમ્ય કૃત્ય આચર્યું હોય, કોઈપણ પ્રકારનું માનદ વેતન મેળવતા હોય, હોમગાર્ડઝમાં હોય, રૂખસદ કે બરતરફ કરાયેલ વ્યક્તિ, કોઈપણ દવા ચાલુ હોય કે તંદુરસ્તી સારી ન હોય- આવા કોઈપણ નાગરિકો આ જગ્યા માટે અરજી કરી શકશે નહીં.
સુનિશ્ચિત સમયગાળા બાદ અત્રેની કચેરીએ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. યોગ્ય ઉમેદવારોને અત્રેની કચેરી દ્વારા ઇન્ટરવ્યૂની તારીખ અને સમય માટે ટેલિફોનિક જાણ કરવામાં આવશે. ત્યારે ઉમેદવારોએ સ્વ-ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. તેમજ પોતાના બધા જરૂરી કાગળો સાથે રાખવાના રહેશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી, ટંકારાનો સંપર્ક સાધવો. તેમ મામલતદાર, ટંકારા તાલુકાની યાદીમાં જણાવાયું છે.
