મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત ઘર વિહોણા લોકો માટે એફોર્ડબલ હાઉસીંગ પાર્ટનરશીપ (AHP) અને જે લોકો કાચું મકાન, અર્ધ કાચું મકાન કે પ્લોટ ધરાવે છે, તેઓ બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રશન (BLC) ઘટક અન્વયે ઓનલાઈન ડીમાન્ડ સર્વે માટે નોંધણી કરાવવા સરકારશ્રીની સૂચના અનુસાર વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
તેમ નોંધણી માટે નિયમોનુસાર દસ્તાવેજી પુરાવાઓ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. આ અંગે વિગતવાર માહિતી આ વેબપોર્ટલ લીંક https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx તેમજ મોરબી નગરપાલિકા કચેરીના આવાસ યોજના વિભાગમાંથી મેળવી શકાશે. મોરબી શહેરના મહત્તમ નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ PMAY CLTC, આવાસ વિભાગ, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




